
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 29-04- 2025, કૃતિકા નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. પીએસયુ, ગવર્નમેન્ટ, મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રો સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, હળદર, સોયાબીન, સરસવ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 30-4-2025, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સામાન્ય વધઘટ તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.ફાર્મા, એગ્રો, પાવર, શિપિંગ, એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, જવ, તલ, મગફળી પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 1-5-2025,
મહારાષ્ટ્ર દિનની રજા.
શુક્રવાર, તા. 02-05-2025, આદ્રા નક્ષત્ર, મિથુન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફાર્મા કેમિકલ્સ, એન્ટરટેઇનમેન્ટ, ફિલ્મ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા જવ, કપાસ, એરંડા, ચણા પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 05-05- 2025, આશ્લેષા. નક્ષત્ર. કર્ક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. શિપિંગ, બેન્ન્ક,કોમ્પ્યુટર, આઇટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ચણા, જીરા, મેન્થા, એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય