Home / Business : When will Reliance Jio IPO come? Big news for investors

Reliance Jioનો IPO ક્યારે આવશે? રોકાણકારો માટે આવી ગયા મોટા સમાચાર

Reliance Jioનો IPO ક્યારે આવશે? રોકાણકારો માટે આવી ગયા મોટા સમાચાર

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ યૂનિટ રિલાયન્સ JIO ઇન્ફોકોમ IPOની ચર્ચા ફરી એક વખત થઇ રહી છે. JIOનો જલદી IPO આવી શકે છે. માનવામાં આવે છે કે આ IPOની સાઇઝ 35000-40000 કરોડ રૂપિયા હોઇ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ IPOમાં કંપનીના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સ તરફથી નવા શેર વેચાણ અને ઓફર ફોર સેલ (OFS) દ્વારા શેર જાહેર કરવામાં આવશે. કંપની પોતાના ઇશ્યૂમાં Pre-IPO પ્લેસમેન્ટ ક્લોઝ પણ રાખી શકે છે. રસપ્રદ વાત આ છે કે IPO ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં બજારમાં આવી શકે છે.

ઇતિહાસનો સૌથી મોટો IPO?

એવું કહેવામાં આવે છે કે Reliance Jio જો  35,000-40,000 કરોડ રૂપિયાની સાઇઝ સાથે IPO લઇને આવે છે તો આ ઇતિહાસનો સૌથી મોટો IPO હોઇ શકે છે. હજુ સુધી ભારતમાં આટલી મોટી સાઇઝનો IPO આવ્યો નથી.

Reliance Jio 120 બિલિયન ડૉલર (આશરે 10 લાખ કરોડ રૂપિયા)ની વેલ્યૂએશન ધરાવે છે કારણ કે RIL સપોર્ટિવ રિટેલ સહિત આગામી જનરેશનના ટેકનોલોજીમાં કેન્દ્રીય રોકાણકાર છે. બ્રોજરેજ ફર્મ રિલાયન્સ જિયોની વેલ્યૂએશન 100 બિલિયન ડૉલર (8.5 લાખ કરોડ રૂપિયા)  છે.

રોકાણકારોને પણ આ IPOમાં ભારે રસ

પ્રી-IPO પ્લેસમેન્ટ માટે પ્રારંભિક વાટાઘાટો શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ ઇશ્યૂને પ્રાથમિક બજારમાં જોરદાર રિસ્પોન્સ મળશે. એક રિપોર્ટ અનુસાર બેન્કર્સ માને છે કે ઇશ્યૂના સબસ્ક્રિપ્શનમાં કોઇ સમન્યા થવાની સંભાવના નથી.

આ પણ વાંચો: આ IPOની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રીઃ રૂ.1491 પર લિસ્ટ થયો અને રોકાણકારોને મળ્યો 90 ટકા નફો

શેરની વહેંચણી અંગે ચાલી રહી છે  વાતચીત

પ્રી-IPO પ્લેસમેન્ટની રકમ નવા ઈશ્યુના કદ પર નિર્ભર રહેશે, જ્યારે શેર પણ OFS અને નવા ઈશ્યૂના વેચાણ વચ્ચે વિભાજિત કરવામાં આવી રહ્યા છે. જોકે, RILએ આ મામલે અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું છે. એવું કહેવાય છે કે OFS ઘણા વર્તમાન રોકાણકારોને આંશિકથી સંપૂર્ણ બહાર નીકળવાની તકો પ્રદાન કરશે, જે OFS કદના નોંધપાત્ર પ્રમાણને રજૂ કરે છે.

રિલાયન્સ જિયો, જે Jio પ્લેટફોર્મ્સ હેઠળ આવે છે, તેમાં 33 ટકા વિદેશી રોકાણકારો છે. RIL એ વૈશ્વિક નામો અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA), સિલ્વર લેક, મુબાદલા, KKR અને અન્યને હિસ્સો વેચ્યો હતો. તેણે 2020માં લગભગ $18 બિલિયન એકત્ર કર્યા હતા.

Related News

Icon