Home / Business : Wholesale inflation in the country at two-month high, this reason was responsible

દેશમાં જથ્થાબંધ મોંઘવારી બે મહિનાની ટોચે, આ કારણ જવાબદાર રહ્યું

દેશમાં જથ્થાબંધ મોંઘવારી બે મહિનાની ટોચે, આ કારણ જવાબદાર રહ્યું

WPI Rises Two Month High: ભારતમાં ફરી એકવાર મોંઘવારીએ માઝા મૂકી છે.  ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી 2.38 ટકા વધી બે માસની ટોચે પહોંચી છે. જે જાન્યુઆરીમાં 2.31 ટકા નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવમાં વૃદ્ધિ નોંધાતા જથ્થાબંધ મોંઘવારી વધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારી આંકડાઓ અનુસાર, એકબાજુ રિટેલ મોંઘવારી ફેબ્રુઆરીમાં ઘટી હતી. જ્યારે આજે જાહેર કરવામાં આવેલા ડેટામાં જથ્થાબંધ મોંઘવારી બે માસની ટોચે નોંધાઈ છે. આ બંને આંકડામાં આ વિરોધાભાસ પાછળનું કારણ ખાદ્ય ચીજોના ભાવ છે. રિટેલ મોંઘવારીમાં ખાદ્ય ચીજોના ભાવનું વેઈટેજ 50 ટકા છે, જ્યારે જથ્થાબંધ મોંઘવારીના ઈન્ડેક્સમાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો હિસ્સો 2/3 છે. 
રિટેલ મોંઘવારી સાત માસના તળિયે


રિટેલ મોંઘવારી ફેબ્રુઆરીમાં 3.6 ટકા સાથે સાત માસના તળિયે પહોંચી હતી. ખાદ્ય ચીજોના રિટેલ ભાવ 21 માસના તળિયે નોંધાયા હતાં. કોર ઈન્ફ્લેશન સાત માસમાં અત્યંત ઝડપે વધ્યું છે. 

ઈંધણ અને પાવરની અસર

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી વધવા પાછળનું બીજુ કારણ ઈંધણ અને વીજ કિંમતોમાં વૃદ્ધિ છે. એનર્જી અને ફ્યુલ ઈન્ફ્લેશન ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં 2.12 ટકા વધી 153.8 નોંધાયો છે. જે જાન્યુઆરીમાં 150.6 ટકા હતો. વીજ ખર્ચમાં 4.28 ટકાનો વધારો જોવા મળ્યો છે.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના ભાવ વધ્યાં

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સના જથ્થાબંધ ભાવ 0.42 ટકા વધ્યા છે. જેમાં મેટલથી માંડી કેમિકલ પ્રોડક્ટ્સ સમાવિષ્ટ છે. ખાદ્ય ચીજોમાં જથ્થાબંધ મોંઘવારી જાન્યુઆરીમાં 7.47 ટકા સામે ઘટી ફેબ્રુઆરીમાં 5.94 ટકા થઈ છે. જે ડિસેમ્બરમાં 8.89 ટકા હતી.

Related News

Icon