
ડિજિટલ પેમેન્ટના આ યુગમાં, આપણે આપણી મોટાભાગની ચુકવણીઓ માટે UPIનો ઉપયોગ કરીએ છીએ. આવી સ્થિતિમાં તમારા માટે તમારા UPI પિનને સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ છે. જો તમને લાગે કે, તમારો UPI PIN સુરક્ષિત નથી તો તમે તેને બદલી શકો છો. UPI પિન બદલવાની એક સરળ રીત છે ડેબિટ કાર્ડની મદદ લેવી. પરંતુ શું તમે જાણો છો કે, તમે ડેબિટ કાર્ડ વિના પણ પિન બદલી શકો છો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) તમને ડેબિટ કાર્ડ વિના તમારો UPI PIN સેટ કરવા દે છે. તમે તેને તમારા આધાર કાર્ડ દ્વારા અપડેટ કરી શકો છો. અહીં અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ મેથડ જણાવીશું.
UPIનું મહત્ત્વ
લોકો તેમના રોજિંદા જીવનમાં UPIનો ઉપયોગ કરે છે, જેથી કોઈ નાની કે મોટી ચુકવણી માટે રોકડ કે કાર્ડની જરૂર ન પડે. ચુકવણી માટે તમારે 6 અંકનો પિન દાખલ કરવો પડશે. જો તમે UPI પિન સેટ કરવા માગો છો, તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ બે પદ્ધતિઓ જણાવી છે. તમે ડેબિટ કાર્ડ અને આધાર OTP દ્વારા તમારો UPI PIN સેટ કરી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે તમે આધારથી પિન કેવી રીતે સેટ કરી શકો છો. કૃપા કરીને નોંધો કે આધાર OTP નો ઉપયોગ કરીને UPI સક્રિય કરવા માટે, તમારો મોબાઇલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. આ સિવાય તમારું બેંક એકાઉન્ટ પણ તમારા નંબર સાથે લિંક હોવું જોઈએ.
આ સ્ટેપ્સ ફોલો કરો
- સૌથી પહેલા UPI એપ પર જાઓ અને બેંક એકાઉન્ટની વિગતો નાખો.
- હવે UPI પિન સેટ કરવા માટે નેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં તમને બે વિકલ્પો મળશે, આધાર વિકલ્પ પસંદ કરો.
- હવે તમારા આધારના પહેલા 6 નંબરો દાખલ કરો અને આધાર નંબર ચેક કરો.
- તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થશે.
- આ OTP દાખલ કરો અને PIN સેટ કરો.
- એકવાર તમે પ્રક્રિયા પૂર્ણ કરી લો, પછી તમારો UPI પિન સેટ થઈ જશે.
- આમ કરીને તમે તમારો પિન સેટ કરી શકો છો.