
ફાઇનેન્શિયલ યર 2023-24 અને એસેસમેન્ટ યર 2024-25 માટે ITR ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. હવે આ કામ માટે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. ઘણી વખત ITR ફાઇલ કરતી વખતે કેટલીક ભૂલો થાય છે અને કેટલાક લોકો ઉતાવળમાં ITR ફાઇલ કરવામાં ભૂલો કરે છે. અગાઉ, ઈન્કમ ટેક્સ વિભાગના નિયમો મુજબ, કરદાતાએ વેરિફિકેશન પૂર્ણ કર્યા પછી રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવી પડતી હતી. રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવાની પરવાનગી ચકાસણી વિના આપવામાં આવતી ન હતી. પરંતુ હવે કરદાતાઓની સુવિધા માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એક નવો નિયમ લાવવામાં આવ્યો છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી હોઈ શકે છે, તો જાણો અહીં...
શું ITR ડિસકાર્ડ કરવાનો મળે છે વિકલ્પ?
ડિસકાર્ડ ITR દ્વારા તમે ખોટી રીતે ફાઇલ કરેલ ITRને વેરિફિકેશન વિના પણ ડિલીટ કરી શકો છો. આમ કરવાથી, કરદાતા પહેલા વેરિફિકેશન અને પછી ફરીથી ITR ફાઇલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવે છે. ઈન્કમ ટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, જો કોઈ યુઝર ITR ફાઇલ કરતી વખતે ભૂલ કરે છે અને તેને વેરિફિકેશન વિના સુધારવા માગે છે, તો તે ડિસકાર્ડ ITRનો વિકલ્પ પસંદ કરી શકે છે. તમે વેરિફિકેશન વિના ITR ડિસકાર્ડ કરીને નવું ITR ફાઇલ કરી શકો છો.
આ રીતે તમે 'Discard ITR' દ્વારા ફરીથી ITR ફાઇલ કરી શકો છો.
1. આ માટે યુઝરે ઈન્કમ ટેક્સની ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in પર જવું પડશે.
2. આ પછી તમને e-Verify ITR નો વિકલ્પ દેખાશે.
3. તેમાં બધી વિગતો ભરો અને આગળ વધો.
4. આગળ તમે Discard વિકલ્પ જોશો.
5. તમે Discard પર ક્લિક કરો કે તરત જ તમારું વેરિફિકેશન વિનાનું ITR આપમેળે Discard કરી નાખવામાં આવશે.
31મી જુલાઈ પછી ડિસકાર્ડ ITRના વિકલ્પનો ઉપયોગ ન કરો
ઈન્કમ ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ પછી, તમારે ITR Discardનો વિકલ્પ પસંદ કરવો જોઈએ નહીં, જો તમે આમ કરો છો, તો તમારું રિટર્ન નવેસરથી રિટર્ન તરીકે જોવામાં આવશે અને આવી સ્થિતિમાં, તમારે મોડું ફાઈલ કરવા બદલ પેનલ્ટી ચૂકવવી પડશે.