
BZ પોન્ઝી સ્કીમના કૌભાંડમાં મુખ્ય આરોપીના એજન્ટ મયુર દરજી સહિત પાંચ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. સરકારી વકીલે જામીન અરજીને લઈને કોર્ટ પાસે સમય માંગ્યો છે...અને વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે..વેકેશન બાદ પ્રથમ સપ્તાહમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.
BZ કૌભાંડ મામલે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મળેલા એગ્રીમેન્ટની તપાસ કરતા રોકાણકારો અને એજન્ટોની વિગતો સામે આવી હતી. આરોપી મયુર દરજીએ એજન્ટ તરીકે કુલ 39 રોકાણકારોને BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતુ. એજન્ટ મયુર દરજીએ પોતાના પરિવાર અને અન્ય લોકોનું રૂ.10 હજારથી લઈ 10 લાખ સુધીનું BZ ગ્રુપમાં રોકાણ કરાવ્યું હતું.
મયુર દરજીએ કુલ 39 રોકાણકારોના કુલ રૂ.1,09,81,000નું રોકાણ કરાવ્યું
મયુર દરજીએ કુલ 39 રોકાણકારોના કુલ રૂ.1,09,81,000નું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીના SBI એકાઉન્ટમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના એકાઉન્ટમાંથી રૂ. 15.60 લાખનું રોકાણકારોને રોકાણ કરાવી કમિશન પેટે મેળવ્યા હતા.
BZ કૌભાંડ મામલે રોકાણકારો CID ક્રાઈમને નિવેદન આપવા અને ફરિયાદ લખાવવા માટે આવી રહ્યા છે, જેના નિવેદન અને દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી છે. મયુર દરજીની જામીન અરજી પર CID ક્રાઈમે કોર્ટમાં સોગંદનામુ કર્યું હતું.