Home / World : Indian student Death after bullet in Canada shooting incident

કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા, કારમાં આવેલા વ્યક્તિએ કર્યો હુમલો

કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા, કારમાં આવેલા વ્યક્તિએ કર્યો હુમલો

વિદેશમાં ભારતીયો પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા-અમેરિકા પછી હવે કેનેડામાં ભારતીય મૂળની એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે.

આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, 'ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.'

વિદ્યાર્થીને ગોળી કેવી રીતે લાગી?

હેમિલ્ટન પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે તે બે લોકો વચ્ચેના ઝઘડાનું પરિણામ હતું, કારણ કે કાળી કારમાં સવાર એક યુવકે સફેદ સેડાન પર ગોળીબાર કર્યો હતો. બસ સ્ટોપ પર ઉભેલી એક વિદ્યાર્થિની છાતીમાં ગોળી વાગી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ગોળીબાર કરનાર આરોપીની શોધ કરી રહી છે.'

Related News

Icon