જાહ્નવી કપૂર ફિલ્મ હોમબાઉન્ડની ટીમ સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. જ્યાં તેની ફેશનેબલ સ્ટાઇલ ચાહકોને પ્રભાવિત કરી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેના લુકની ખૂબ પ્રશંસા કરી છે. આ દરમિયાન જાહ્નવીના માથા પર પલ્લુ ઓઢેલાં ફોટા વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મિસ કપૂર ફિલ્મની ટીમ સાથે કાન્સ પહોંચી હતી. જ્યાં રેડ કાર્પેટની સાથે રેડ કાર્પેટ પહેલાનો લુક પણ ફેશનેબલ લાગી રહ્યો છે.

