આકરી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. ગરમીની અસર આરોગ્ય પર જોવા મળે છે, આ ઉપરાંત ગરમ પવન અને સૂર્યપ્રકાશ પણ આંખોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આંખોમાં ડ્રાયનેસ અને બળતરાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં આંખોને સૂર્યપ્રકાશ અને હવાના સીધા સંપર્કથી બચાવવી જોઈએ, આ સિવાય જો તમે તમારી આંખોમાં ડ્રાયનેસ અનુભવી રહ્યા છો, તો તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

