નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ગોલ્ડ જીતવાનું ચૂકી ગયો. નીરજે 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ વખતે પણ નીરજ પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ તે માત્ર સિલ્વર સુધી જ પહોંચી શક્યો. સિલ્વર જીત્યા બાદ નીરજે સત્ય જાહેર કર્યું અને કહ્યું કે તે ઘાયલ છે. ઈજા હોવા છતાં નીરજે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

