કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૫ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નિતાંશી ગોયલ, જેકલીન ફર્નાન્ડિઝ જેવી તમામ અભિનેત્રીઓએ ભાગ લીધો. ફેશન સેન્સ માટે ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની હતી. પરંતુ એવં ન થયું. ઉર્ફીનો વિઝા રિઝેક્ટ કરવામાં આવ્યો. જેના કારણે તે ફેસ્ટિવલનો ભાગ બની શકશે નહીં. વિઝા રિજેક્શન બાદ હવે ઉર્ફીએ કાન ફિલ્મ ફેસ્ટિવલને લઈને એક પોસ્ટ કરી છે. તેણે કહ્યું કે, કાનેસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું કોઈ સિદ્ધિ નથી.

