સુરતના માંડવી-ઝંખવાવ માર્ગ પર માલધા ફાટા નજીક બેકાબુ કારે એક ગાડી, ત્રણ બાઈક અને શાકભાજી વેચનારને અડફેટે લીધા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારના ડેસ્કબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ મળતા માંડવી પોલીસે તપાસ શરૂ કરી છે. કારચાલક એસઆરપી જવાન હોવાનું ચર્ચાય છે. સાથે જ કારની અંદરદારુની બોટલ અને બિયરના ટીન જોવા મળતાં ચાલક નશામાં હોવાનું અનુમાન છે.
સુરત માંડવી- ઝંખવાવ માર્ગ પર એક અર્ટિગા ચાલકે અન્ય કાર સાથે અકસ્માત કરવા ઉપરાંત3 બાઈકને અડફેટે લીધા હતા. અને છેલ્લે રોડ ઉપર શાકભાજી વેચનારને પણ અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. કારમાં બિયરના ટીન જોવા મળતાં કારચાલક દારૂના નશામાં હોવાનું અનુમાન છે. અકસ્માત બાદ કાર સવારો ગાડી મૂકીને ભાગી ગયા હતા. પરંતુ જાગૃત નાગરિકોએ ગાડીની અંદર બિયરના ટીન સહિતનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.