ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી સુપેડી ગામ જતા રસ્તે કારને અકસ્માત નડ્યો હતો.ધોરાજીના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટકરાઇ હતી. કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા
કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડના કારણે કારને અકસ્માત નડ્યો હતો. કારની ઝાડ સાથે ટક્કર થયા બાદ રોડની સાઈડ પર પડી હતી. કારમાં સવાર લોકોના મૃતદેહ આસપાસ પડ્યા હતા.
મૃતકો નાં નામ
૧ વલ્લભભાઈ રૂઘાણી
૨ કિશોરભાઈ હિરાણી
૩ આશીફ ભાઈ
૪ આફતાબ ભાઈ
ઈજાગ્રસ્ત નાં નામ
૧ રશ્મિન ગાંધી
૨ ગૌરાંગ રૂઘાણી
4ના મોત 2 ગંભીર રીતે ઘાયલ
દુર્ઘટનાની જાણ થતાં જ ધોરાજી પોલીસ અને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.