
ઈન્ડિયન આઈડલ સીઝન ૧૨ના વિજેતા અને ગાયક પવનદીપ રાજનનો સોમવારે વહેલી સવારે ૩:૪૦ વાગ્યે અમરોહામાં અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં પવનદીપને ગંભીર ઈજાઓ થઈ હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ પવનદીપની ડોક્ટરો સારવાર કરી રહ્યા છે.
કેવી છે પવનદીપ રાજનની હાલત?
પવનદીપ રાજન સાથે થયેલા અકસ્માત વિશે વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે પવનદીપને ડાબા પગ અને જમણા હાથમાં ઈજા થઈ છે. પવનદીપના અકસ્માતના સમાચારથી તેના ફેન્સ ચિતિંત છે. તે જલદી સાજો થાય તેવી પ્રાર્થના કરે છે. કારના ફોટા જોઈને જ અંદાજો લગાવી શકાય કે આ અકસ્માત કેટલો ગંભીર હતો. પવનદીપ રાજનની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, ગાયક પવનદીપ રાજનનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી, જો કે, રસ્તામાં તેમનો અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પવનદીપના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પવનદીપ રાજન ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાનો રહેવાસી છે. તેના પિતા સુરેશ રાજન, માતા સરોજ રાજન અને બહેન જ્યોતિદીપ રાજન કુમાઓની લોક કલાકારો છે. 2015માં 'ધ વોઇસ ઇન્ડિયા' ની જીત સાથે પવનદીપની મ્યુઝીક જર્ની શરૂ થઈ હતી. આ પછી પવનદીપે ઇન્ડિયન આઇડોલ ૧૨ની ટ્રોફી સાથે એક કાર અને ૨૫ લાખ રૂપિયાની ઇનામી રકમ જીતી. તેણીએ પાંચ ફાઇનલિસ્ટ - અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સયાલી કાંબલે, નિહાલ તૌરો અને સન્મુખા પ્રિયાને પાછળ રાખી ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.