ગુજરાત રાજ્યમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના અંબાજીથી દાંતા તરફ જતાં હાઈવે પર અકસ્માત થતા કાર 50 ફૂટ દૂર પલટી ખાઈ ઊંધી વળી ગઈ હતી.પાનસા પેટ્રોલ પંપ પાસે આ અકસ્માતની ઘટના બની હતી. મળતા અહેવાલ પ્રમાણે અન્ય કાર ચાલકે ઓવર ટેક કર્યો હતો, તે દરમિયાન આ કાર ચાલકે પોતાની કારના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં ત્રણ વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ
કાર હાઈવેથી 50 ફૂટ દૂર ખેતરમાં ત્રણ વખત પલટી ખાઈને ઊંધી વળી ગઈ હતી. જો કે કારમાં બેસેલા પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં જાનહાની ટળી હતી. આ દુર્ઘટનામાં તમામને ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં કરાઈ દાખલ
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં એક બાળકને હળવી ઈજાઓ થઈ હતી. પાટણનો પરિવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતો હતો, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.