Home / Career : 5 skills to learn after 12th for better job opportunities

Career Tips / 12મા ધોરણ પછી મેળવવી છે સારી નોકરી? તો શીખી લો આ સ્કિલ્સ

Career Tips / 12મા ધોરણ પછી મેળવવી છે સારી નોકરી? તો શીખી લો આ સ્કિલ્સ

12મા ધોરણ પછી, મોટાભાગના વિદ્યાર્થીઓ આગળ શું કરવું તે વિશે વિચારે છે. શિક્ષણના આ તબક્કે, જો યોગ્ય દિશામાં પગલા લેવામાં આવે અને કેટલીક મહત્ત્વપૂર્ણ સ્કિલ્સ શીખી લેવામાં આવે, તો ઘણી નોકરીની તકો મળી શકે છે. જોકે, એવો દાવો નથી કરી શકતા કે આ સ્કિલ્સ શીખવાથી ચોક્કસપણે નોકરી મળશે, પરંતુ આ સ્કિલ્સ તમને કોઈપણ નોકરી માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે. અહીં અમે કેટલીક મહત્ત્વપૂર્ણ સ્કિલ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે શીખવાથી તમારી કારકિર્દીની તકો વધી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કમ્પ્યુટર અને ડિજિટલ સ્કિલ

આજના સમયમાં, કમ્પ્યુટર અને ડિજિટલ સ્કિલની માંગ ઘણી વધી ગઈ છે. તમે ગમે તે ક્ષેત્રમાં જાઓ, કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને ઈન્ટરનેટનો યોગ્ય ઉપયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માઈક્રોસોફ્ટ ઓફિસ, એક્સેલ અને ગુગલ સ્યુટ વગેરે શીખીને, તમે વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા માટે તૈયાર થઈ શકો છો. આ ઉપરાંત, ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને વેબ ડેવલપમેન્ટ જેવી સ્કિલ પણ તમને રોજગારની ઘણી તકો આપી શકે છે.

કોમ્યુનિકેશન સ્કિલ

આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં, કોમ્યુનિકેશન સ્કિલનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. કોઈપણ નોકરીમાં, સારું કોમ્યુનિકેશન સ્થાપિત કરવું, ટીમમાં કામ કરવું અને વ્યાવસાયિક રીતે તમારા દૃષ્ટિકોણને રજૂ કરવો મહત્ત્વપૂર્ણ છે. લેખિત અને મૌખિક બંને કોમ્યુનિકેશનમાં નિપુણ બનવાથી તમને કોઈપણ વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળ થવામાં મદદ મળી શકે છે.

પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ

કોઈપણ કામ યોગ્ય રીતે કરવા માટે, તમારે સમસ્યાઓના ઉકેલો કેવી રીતે શોધવા તે જાણવું જોઈએ. આ ક્રિટીકલ થીંકીંગ અને ડિસીઝન મેકીગની અંતર્ગત આવે છે. જો તમે વિચારપૂર્વક કામ કરવાની આદત વિકસાવશો, તો તે કોઈપણ ક્ષેત્રમાં તમારા માટે મૂલ્યવાન સ્કિલ બની શકે છે.

લીડરશિપ અને ટીમવર્ક સ્કિલ

જો તમે એન્ટ્રી લેવલ પર કામ કરવાનું શરૂ કરો છો, ત્યારે પણ જો તમે ટીમમાં કેવી રીતે કામ કરવું અને નેતૃત્વ કરવું તે જાણો છો, તો તમે ઝડપથી ઉચ્ચ હોદ્દા પર પહોંચી શકો છો. લીડરશિપ સ્કિલ અને ટીમ કોલાબ્રેશન પર કામ કરવાથી તમે કોઈપણ કામમાં સફળ થઈ શકો છો.

ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ

કોઈપણ નોકરીમાં સફળતા માટે સમયનો યોગ્ય ઉપયોગ સૌથી મહત્ત્વપૂર્ણ સ્કિલ્સમાંનો એક છે. ટાઈમ મેનેજમેન્ટ શીખવું તમને તમારા કામોને પ્રાથમિકતા આપવામાં અને કામ પર વધુ પ્રોડક્ટીવ બનવામાં મદદ કરી શકે છે. આ સ્કિલ ખાસ કરીને એવા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે જે ફ્રીલાન્સિંગ અથવા રિમોટ વર્ક કરે છે.

Related News

Icon