
JEE Advanced 2025 માટે અરજી શરૂ થવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સમાચાર છે. JEE એડવાન્સ્ડ 2025 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે અરજી કરવા માંગતા તમામ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે JEE એડવાન્સ્ડ 2025 માટે ઉમેદવારો 2 મે 2025ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ 5 મે છે.
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ JEE એડવાન્સ્ડની સત્તાવાર વેબસાઈટ jeeadv.nic.in પર જાઓ.
- આ પછી હોમ પેજ પર ઉપલબ્ધ JEE એડવાન્સ્ડ 2025 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- પછી એક નવું પેજ ખુલશે અહીં રજીસ્ટ્રેશન કરો.
- એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી, એકાઉન્ટમાં લોગ ઈન કરો.
- ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો.
- તે પછી સબમિટ પર ક્લિક કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.
- છેલ્લે, ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અરજી ફી
- SC/ST/દિવ્યાંગ કેટેગરીના ભારતીય નાગરિકો અને મહિલાઓ: 1600 રૂપિયા
- અન્ય ભારતીય નાગરિકો: 3200 રૂપિયા
- OCI/PIO(I)6 સંબંધિત મહિલા ઉમેદવાર (જનરલ અને જનરલ-દિવ્યાંગ વ્યક્તિઓ) અને ઓપન (જનરલ-દિવ્યાંગ વ્યક્તિઓ): 1600 રૂપિયા
લાયકાત
જે ઉમેદવારોએ JEE Main 2025 પરીક્ષા પાસ કરી છે, અને ટોપ 2,50,000 સફળ ઉમેદવારો (બધીકેટેગરી સહિત) માં સ્થાન મેળવ્યું છે, તેઓ અરજી કરવા પાત્ર છે. આ સિવાય ઉમેદવારોએ 12મા ધોરણની પરીક્ષામાં 75 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ, જ્યારે SC/ST ઉમેદવારો માટે આ માપદંડ 65 ટકા છે.