
સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરીનું સપનું જોનારા ઉમેદવારો માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (SCI) એ જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 241 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. 5મી ફેબ્રુઆરીથી અધિકૃત વેબસાઇટ www.sci.gov.in પર અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં તમે છેલ્લી તારીખ 08 માર્ચ 2025 સુધી અરજી કરી શકશો.
કોણ અરજી કરી શકે છે?
- ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
- અંગ્રેજી ટાઈપિંગની સ્પીડ 35 શબ્દો પ્રતિ મિનિટ (w.p.m.) હોવી જોઈએ.
- કમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત છે.
- ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ (08.03.2025 ના રોજ).
પગાર કેટલો હશે?
આ પોસ્ટ પર પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ-6 મુજબ પગાર મળશે. જેમાં બેઝિક પે- ₹35,400/- પ્રતિ મહિના મળશે. પગાર, ભથ્થાં અને એલાઉન્સ સહિત આ પગાર રૂ. 72,040 રૂપિયા સુધીનો હોઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા
સુપ્રીમ કોર્ટમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની પસંદગી લેખિત પરીક્ષા, ટાઇપિંગ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. જેમાં...
- લેખિત પરીક્ષા (Objective + Descriptive)
- ઓબ્જેક્ટિવ પેપર (2 કલાક)
- વર્ણનાત્મક પેપર (2 કલાક)
- કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ
- ટાઇપિંગ ટેસ્ટ (10 મિનિટ)
ઇન્ટરવ્યૂઃ જે ઉમેદવારો લેખિત પરીક્ષા અને ટાઇપિંગ ટેસ્ટમાં પાસ થાય છે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ક્વોલિફાયિંગ માર્ક્સ મેળવવાના રહેશે.
અરજી ફી
- સામાન્ય/ઓબીસી ઉમેદવારો માટે: ₹1000
- SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/દિવ્યાંગ/સ્વતંત્રતા સેનાની ઉમેદવારો માટે: ₹250
- ફી યુકો બેંકના પેમેન્ટ ગેટવે દ્વારા ઓનલાઈન ભરવાની રહેશે. તેમજ અરજી ફી નોન-રીફંડપાત્ર રહેશે.
કેવી રીતે અરજી કરવી?
- ઉમેદવારો ભારતની સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ sci.gov.in જોવાની રહેશે.
- તેમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025 લિંક પર ક્લિક કરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અને માહિતી અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી, ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.