ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની કંપની યંત્ર ઈન્ડિયા લિમિટેડે આઈટીઆઈ અને નોન આઈટીઆઈ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. તેમાં કુલ 4039 જગ્યાઓ ખાલી છે. ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી માટે આ જગ્યાઓ પર ભરતી થવાની છે. નોન-આઈટીઆઈ માટે 1463 અને આઈટીઆઈ પાસ કેટેગરીની 2576 ભરતીઓ છે. આના દ્વારા ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ સ્કીલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનું છે.

