
શું તમે પણ સુનિતા વિલિયમ્સની જેમ અંતરિક્ષમાં જવા માંગો છો? તો આવો તમને જણાવીએ કે, તેના માટે કયો અભ્યાસ કરવો પડે. આપણે સૌ જાણીએ છીએ કે, છેલ્લા 8 મહિનાથી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયેલી છે, અને તેમને ધરતી પર લાવવાની તૈયારી ચાલી રહી છે. સુનિતા વિલિયમ્સને લાવવા માટે ઈલોન મસ્કનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ જવા માટે તૈયાર થઈ ગયું હતું, પરંતુ કેટલીક ટેકનિકલ ખામીના કારણે મોકલી ન શકાયું.
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજીમાંથી માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી છે
સુનિતા વિલિયમ્સએ યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમીમાંથી ફિઝિકલ સાયન્સ(ભૌતિક વિજ્ઞાન)માં બેચલર ઑફ સાયન્સની ડિગ્રી લીધી છે. ત્યાર બાદ તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજીમાંથી માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી લીધી છે.
અંતરિક્ષયાત્રી બનવા માટે સાયન્સની ડિગ્રી ખૂબ જ મહત્ત્વપૂર્ણ
જો તમે અંતરિક્ષયાત્રી બનવા માંગતા હોવ તો, તેના માટે સાયન્સની ડિગ્રી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે જ અંતરિક્ષ એજન્સીમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. જો અંતરિક્ષ એજન્સી દ્વારા અંતરિક્ષયાત્રી તરીકે તમારું સિલેક્શન કરવામાં આવે છે તો, સૌથી પહેલા તમને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર બાદ તમને અવકાશમાં મોકલવામાં આવશે.