
રાજ્યમાં થોડા દિવસ પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આજે ગુરુવારે GPSC દ્વારા ભરતીને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 244 જગ્યા પર વર્ગ 1 અને 2ની ભરતી માટે આવતીકાલે શુક્રવારથી આગામી 23 માર્ચ, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
GPSCમાં વર્ગ 1-2 અધિકારીની ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે કુલ 244 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે.
જાણો શું છે નવા નિયમો
નવા નિયમ અનુસાર, GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાંપરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે.
https://twitter.com/GPSC_OFFICIAL/status/1897625374655410453