
ઈન્કમ ટેક્સ વિભાગમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે એક શાનદાર તક આવી છે. વિભાગે ગ્રુપ 'C' કેડર હેઠળ કેન્ટીન એટેન્ડન્ટની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો tincometax.gov.in ની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ 22 સપ્ટેમ્બર 2024ના રોજ અથવા તે પહેલા અરજી કરવી પડશે. ઈન્કમ ટેક્સ વિભાગ આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 25 જગ્યાઓ ભરશે.
શૈક્ષણિક લાયકાત
ઈન્કમ ટેક્સ ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મા ધોરણની અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વય મર્યાદા 22 સપ્ટેમ્બર 2024 સુધી લાગુ રહેશે. સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
આટલો પગાર મળશે
પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 18,000થી 56,900 રૂપિયા સુધીનો પગાર મળશે, જે સરકારી પગાર ધોરણ મુજબ આપવામાં આવશે.
આ રીતે થશે પસંદગી
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી માટે પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારોના પ્રદર્શનના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારો ઈન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ tincometax.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને તૈયાર રાખવા જોઈએ. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2024 છે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.