
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં હવે દરેક ફિલ્ડમાં મોટા બદલાવ થઈ રહ્યા છે. હાલ, હેલ્થ, એવિએશન, સિક્યોરિટી, શિક્ષણ અને ઘણાં સેક્ટમાં AIનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, AIના આવ્યા બાદ લોકો પોતાની નોકરીને લઈને પણ ચિંતિત છે. ત્યારે AIમાં કારકિર્દી બનાવવા માટે લોકોને નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે. આ સાથે જ તમે દર મહિને લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. જો તમે પણ પોતાને અપ-ટુ-ડેટ રાખવા ઇચ્છો છો તો આ પાંચ કોર્સ તમારા માટે છે.
આ પણ વાંચો: Board Exam / લાંબા જવાબો યાદ રાખવામાં વધુ સમય નહીં લાગે, ફોલો કરો આ સરળ ટિપ્સ |
1. Machine Learning (મશીન લર્નિંગ)
આ કોર્સમાં તમને ટેક્નિક અને Algorithm વિશે શીખવવામાં આવશે. જેની મદદથી મશીન ડેટાના આધારે નિર્ણય લેવા માટે યોગ્ય બનશે.
2. Deep Learning (ડીપ લર્નિંગ)
ડીપ લર્નિંગ, મશીન લર્નિંગનો એક ઉપસમૂહ છે. ડીપ લર્નિંગનો ઉપયોગ, Image Recognition, Natural Language Procession, Speed Recognition જેવી સમ્સયાઓના ઉકેલ માટે કરવામાં આવે છે.
3. Date Science and Analytics (ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ)
ડેટા સાયન્સમાં, ડેટાને રૅકોર્ડ કરી તેને ભવિષ્ય માટે એકઠા કરવામાં આવે છે. ડેટા સાઇન્ટિસ્ટ, લૉગ ફાઇલ, સોશિયલ મીડિયા, સેન્સર, ગ્રાહક લેણદેણ જેવા સ્ત્રોતથી ડેટા કાઢે છે અને તેની તપાસ કરે છે.
4. Cloud Computing (ક્લાઉડ કોમ્પ્યુટિંગ)
ક્લાઉડ કોમ્પ્યુટિંગની મદદથી કંપનીઓને પોતાના સંચાલન ખર્ચને ઓછો કરવામાં મદદ મળે છે. આ સાથે જ તેની મદદથી કંપની હાર્ડવેર ખરીદવા, તેની દેખભાળ કરવા અને સર્વિસિંગ પર મોટા ખર્ચથી બચી શકે છે.
AI Ethics (એઆઇ એથિક્સ)
AI Ethics, Artificial Intelligenceના વિકાસ અને ઉપયોગ સાથે જોડાયેલા નૈતિક સિદ્ધાંતો અને દિશા-નિર્દેશોનો સમૂહ છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, AIનો ઉપયોગ સમાજ માટે ફાયદાકારક રીતે કરી શકાય.