
જો તમે BCAનો કોર્સ પૂર્ણ કર્યો છે અને હવે તમને ખબર નથી કે આગળ શું કરવું, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થીઓ ઘણીવાર વિચારે છે કે BCA પછી શું કરવું? આ પ્રશ્ન તમને મૂંઝવણમાં મૂકે છે, પરંતુ હવે તમારે આટલું બધું વિચારવાની જરૂર નથી, કારણ કે BCA પછી તમારી પાસે ઘણા શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પો છે, જેમાં હાયર એજ્યુકેશન, સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રમાં વધુ પગારવાળી નોકરીઓનો સમાવેશ થાય છે. તમે તમારી સ્કિલ્સ, ઇન્ટરેસ્ટ અને કરિયર ગોલના આધારે યોગ્ય કારકિર્દી વિકલ્પ પસંદ કરી શકો છો.
ચાલો તમારી મૂંઝવણનો ઉકેલ લાવીએ. આ લેખમાં અમે તમને BCA પછીના કારકિર્દી વિકલ્પો વિશે જણાવીશું, જેથી ભવિષ્યમાં તમને સારી નોકરી મળી શકે.
BCA પછી કારકિર્દી વિકલ્પો
જો તમે તમારી ટેકનિકલ સ્કિલ્સને મજબૂત બનાવવા માંગતા હો, તો MCA કરવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કોર્સ તમને સોફ્ટવેર ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા અદ્યતન વિષયો શીખવે છે. આ કોર્સ પછી નોકરીના વિકલ્પોની વાત કરીએ તો, તમે સોફ્ટવેર એન્જિનિયર, વેબ ડેવલપર, ડેટા સાયન્ટિસ્ટ, આઈટી કન્સલ્ટન્ટ વગેરે બની શકો છો. આમાં તમને દર વર્ષે લગભગ 5થી 12 લાખ રૂપિયાનું પેકેજ પણ મળી શકે છે.
MBA
જો તમે મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો MBA તમારા માટે યોગ્ય રહેશે. ખાસ કરીને આઈટી મેનેજમેન્ટ, બિઝનેસ એનાલિટિક્સ અને ડિજિટલ માર્કેટિંગમાં એમબીએ કરીને, તમે કોર્પોરેટ ક્ષેત્રમાં સારી નોકરી મેળવી શકો છો. આ નોકરીમાં, તમને વાર્ષિક 6થી 15 લાખ રૂપિયાનું પ્રારંભિક પેકેજ મળી શકે છે.
ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ
આજના સમયમાં BCA પછી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં કારકિર્દી બનાવવી એ ખૂબ જ સારો વિકલ્પ છે. આ ક્ષેત્રમાં નોકરીઓની માંગ ઝડપથી વધી રહી છે અને પગાર પણ ઘણો સારો છે. BCA કર્યા પછી, તમે ડેટા સાયન્ટિસ્ટ, AI એન્જિનિયર, મશીન લર્નિંગ ડેવલપર વગેરે બની શકો છો. જો આપણે સેલેરી પેકેજ વિશે વાત કરીએ, તો તમને દર વર્ષે 8થી 20 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે.
ડિજિટલ માર્કેટિંગ અને SEO
જો તમને ક્રિએટીવિટી અને માર્કેટિંગમાં રસ હોય, તો ડિજિટલ માર્કેટિંગ એક શ્રેષ્ઠ કારકિર્દી વિકલ્પ બની શકે છે, જે તમે BCA કર્યા પછી સરળતાથી કરી શકો છો. કંપનીઓ તેમના બિઝનેસને ઓનલાઈન પ્રમોટ કરવા માટે ડિજિટલ માર્કેટર્સની ભરતી કરી રહી છે. આવી સ્થિતિમાં, તમે ડિજિટલ માર્કેટિંગ મેનેજર, SEO એક્સપર્ટ, કન્ટેન્ટ માર્કેટરની પોસ્ટ મેળવી શકો છો. ઉપરાંત, વાર્ષિક 4થી 12 લાખ રૂપિયાનું પેકેજ પણ મેળવી શકો છો.
સરકારી નોકરીનીતૈયારી કરો
જો તમે BCA પછી યોગ્ય કારકિર્દી વિકલ્પ પસંદ કરવા માંગતા હોવ અને ખાનગી ક્ષેત્રને બદલે સરકારી નોકરી ઈચ્છતા હોવ, તો તમે બેંકિંગ, SSC, રેલ્વે અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી કરી શકો છો. BCA પછી, તમને બેંક PO અને IT ઓફિસર જેવા ઘણા બધા વિકલ્પો મળી શકે છે.