તમારું કાર્યસ્થળ એક એવી જગ્યા છે જ્યાં તમારે દરરોજ તમારી જાતને સાબિત કરવી પડે છે. રોજ નવા કામ અને પડકારો તમારી પરીક્ષા લેતા હોય છે. કેટલીકવાર એવા કેટલાક પ્રોજેક્ટ હોય છે જેના માટે તમારે વધુ મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકો સમયસર કામ પૂર્ણ કરવા માટે ઓવરટાઇમ પણ કરે છે. ઘણી વખત આ માટે તમને વધારાનું પેમેન્ટ મળતું નથી, પરંતુ તમારે તમારા કાર્યો સમયસર પૂરા કરવા પડે છે અને આવી સ્થિતિમાં તમારે ઓવરટાઇમ કરવો પડે છે.

