Home / India : Case against 6 people including former cm Andhra Pradesh Jaganmohan Reddy

આંધ્રપ્રદેશના પૂર્વ CMના કાફલાની કાર વૃદ્ધ ઉપર ફરી વળી, જગનમોહન રેડ્ડી સહિત 6 લોકો સામે કેસ

આંધ્રપ્રદેશના પૂર્વ CMના કાફલાની કાર વૃદ્ધ ઉપર ફરી વળી, જગનમોહન રેડ્ડી સહિત 6 લોકો સામે કેસ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP પ્રમુખ વાઈ.એસ.જગનમોહન રેડ્ડીની રેલીમાં માનવતા મરીપરવારી હોય તેવી ભયાનક ઘટના બની છે. ગુંટૂર જિલ્લાના એતુકુરુ બાઈપાસ પાસે 18 જૂને રેલી યોજાઈ હતી, જેમાં તેમના કાફલાની ગાડી નીચે 55 વર્ષિય સમર્થક ચીલી સિંગૈયા ચગદાઈ જતા મોત થયું છે. શરમજનક વાત એ છે કે, એકતરફ વૃદ્ધ કચડાઈ રહ્યા હતા, છતાં સમર્થકો જગનમોહન પર ફુલોની વર્ષા કરતા રહ્યા હતા. આ ઘટના એક વીડિયો પણ વાયરલ થયો છે.  જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં જગનમોહન સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃદ્ધ કચડાયા છતાં સમર્થકો ફૂલવર્ષા કરવામાં મસ્ત

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જગનમોહન (YS Jagan Mohan Reddy) જે વાહનમાં સવાર છે, તે વાહન નીચે સમર્થક કચડાતા જોવા મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, ભયાનક ઘટના છતાં કાફલો ઉભો રહ્યો ન હતો અને કોઈએ તાત્કાલીક મદદ પણ ન કરી. એકતરફ વાહન નીચે એક જિંદગી તડપી રહી હતી, તો બીજીતરફ સમર્થકો પોતાના નેતા પર ફૂલવર્ષા કરવામાં મસ્ત હતા. કાફલો પણ આગળ નીકળી ગયો હતો અને કચડાયેલા વદ્ધ ખૂનથી લથપથ રસ્તા પર પડેલા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જગનમોહન રેડ્ડી સામેગુ નો દાખલ કર્યો છે.

જગનમોહન આત્મહત્યા કરનાર પાર્ટીના કાર્યકર્તાના પરિવારને મળવા જઈ રહ્યા હતા

વાસ્તવમાં એક વર્ષ પહેલા રેંટાપલ્લા ગામનાં પાર્ટીના કાર્યકર્તાએ આત્મહત્યા કરી હતી અને જગનમોહન રેડ્ડી મૃતકના પરિવારજને મળવા જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. જ્યારે તેઓ ગામમાં પહોંચ્યા, ત્યારે ભારે ભીડ હતી. તેમનું સ્વાગત કરવા માટે સમર્થકો ફૂલો સાથે રસ્તાઓ ઉપર એકઠા થયા હતા. વાહનમાં સવાર જગનમોહન થોભીથોભીને પોતાના સમર્થકોનું અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધ અચાનક તેમના વાહન નીચે આવતા ચગદાઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. 

જગનમોહન રેડ્ડી સામે ગુનો દાખલ

ગુંટૂર પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તપાસ શરૂ કરી દીધી છે. સિંગૈયાની પત્નીએ ફરિયાદ બાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) (બેદરકારીથી મોત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વીડિયો ફુટેજ અને ઘટના નજરે જોનારાઓના નિવેદન નોંધ્યા છે અને સિંગૈયાનું મોત જગનમોહનની ગાડી નીચે આવતા થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ પોલીસે કલમ 105 (અજાણતાં હત્યા) અને કલમ 49 (માનવ જીવનને ખતરામાં નાખતું કાર્ય) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ગાડીમાં સવાર જગનમોહન રેડ્ડી, તેમના ડ્રાઇવર રમણ રેડ્ડી, અંગત મદદનીશ કે. નાગેશ્વર રેડ્ડી, પૂર્વ સાંસદ વાય.વી.સુબ્બરેડ્ડી, પૂર્વ ધારાસભ્ય પેર્ની વેંકટેશ્વર રાવ અને પૂર્વ મંત્રી વિદાદલા રજનીને આરોપી બનાવ્યા છે. પોલીસે ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી દીધી છે.

Related News

Icon