
દેશમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ સહિતની વિવિધ પ્રકારની મંજૂરીઓ માટે ભારત સરકારના નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા ઈન્સેપક્શન આધારીત પ્રક્રિયા કરવામાં આવે છે. કમિશનના એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે ડાહેર કર્યું છે કે CBIના રિપોર્ટ મુજબ કમિશનના એસેસર સાથે કામ કરતા ડોક્ટરોની કર્ણાટકની ખાનગી મેડિકલ કોલેજના ઈન્સપેક્શનમાં પોઝિટીવ રિપોર્ટ આપવા સામે 10 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરાઈ છે. આ મુદ્દે CBI દ્વારા કોલેજ સત્તાવાળા તેમજ ઈન્સેપક્શન કરનારા અધિકારીઓ અને અન્ય લોકો સામે FIR કરવામાં આવી છે, હાલ વધુ તપાસ ચાલી રહી છે
UG અને PG કોર્સિસમાં 2025-26ના વર્ષ માટે નવા પ્રવેશની મંજૂરી પણ નહીં આપવામાં આવે.
આ બાબતને ગંભીરતાથી લેતા કમિશન દ્વારા આ ઈન્સપેક્શન અધિકારીઓને બ્લેક લિસ્ટ કરવાનો તેમજ તેઓ દ્વારા થયેલા તપાસ ઈન્સપેક્શનની પેન્ડિંગ તપાસ એન ઈન્સેપક્શનના ફાઈનલ નિર્ણયો-રિપોર્ટ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઉદાહરણરૂપ પગલાં લેતા કમિશન દ્વારા આ કોલેજના UG અને PG કોર્સિસમાં 2025-26ના વર્ષ માટે નવા પ્રવેશની મંજૂરી પણ નહીં આપવામાં આવે.
6 રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડી તપાસ પણ કરવામાં આવી
આ કોલેજ ઉપરાંત CBIની વધુ તપાસમાં દેશમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના 6 રાજ્યોમાં 40 સ્થળોએ દરોડા પાડી તપાસ પણ કરવામાં આવી હતી, અને તપાસમાં અનેક કોલેજોમાં ઈન્સપેક્શનમાં ગેરરીતિઓ- ઈન્સપેક્શનમાં ગોટાળા-ડ઼મી ફેકલ્ટી સહિતની બાબતો સામે આવી હતી. ત્યારબાદ CBI દ્વારા 14 મેડિકલ કોલેજના સત્તાવાળા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી, તેમજ 3 ડોક્ટરો અને કમિશનની ઈન્સપેક્શન ટીમના ત્રણ કમિટી મેમ્બરો સહિત કુલ 35થી વધુ લોકોને FIRમાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા
ગુજરાતની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં પડ્યા હતા CBIનાી દરોડા
NMC દ્વારા લેવાયા નિર્ણયો મુજબ ગેરરીતિ આચરનારી કર્ણાટકની મેડિકલ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રીન્યુઅલ પરમિશન-નવા પ્રવેશની મંજૂરી આપવામાં નહી આવે.ગુજરાતની સ્વામિનારાયણ કોલેજ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. CBIની FIR મુજબ ગુજરાતની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં પણ ઈન્સપેક્શનના કમ્પલાઈન્સ રિપોર્ટમાં ગેરરીતિ થઈ હોવાની અને ભૂતિયા ફેકલ્ટી દર્શાવાયા હોવાનું નોંધવામાં આવ્યું હતું.