
વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બે બાળકોના મોત થયા છે. શહેરની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતું બે વર્ષનું બાળક અને શહેરની ચાર વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં 19 બાળકો સારવાર માટે આવ્યા હતા, જે પૈકી 11 બાળકોના મોત નિપજ્યાં છે. હાલ આ લક્ષણો ધરાવતા બાળકોની સારવાર પીડિયાટ્રિક વિભાગમાં શરૂ કરાઈ છે, જો કે રિપોર્ટ્સ આવવાના હજુ બાકી છે. હાલ બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે આ વધતા કેસો મેડિકલ માટે ચિંતાનો વિષય છે.