
Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા ડિમોલિશન મામલે તંત્ર દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલિશનની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે. કાટમાળ દૂર કરવામાં આવશે અને કાટમાળ દૂર કર્યા બાદ પાળા દૂર કરવામાં આવશે. દબાણ દૂર કર્યા બાદ તે જગ્યાએ દિવાલ બનાવવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશી લોકોના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના દબાણ દૂર કરાયા છે.
દબાણ હટાવ્યા બાદ ફરીથી દબાણ ના થાય તે માટેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 3 કરોડના ખર્ચે 5 કિલોમીટરની વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. RCCની 5 ફૂટ ઊંચી દીવાલ બનાવાશે. કાટમાળ ખસેડીને પ્રી કાસ વોલ બનાવાઈ રહી છે.
આગામી દિવસોમાં સ્થાનિક લોકોએ કરેલા દબાણ દૂર થશે. સ્થાનિકોના કરેલા દબાણ અંગે સર્વે થઈ રહ્યો છે. દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવશે. જે લોકો સ્વૈચ્છિક ખાલી નહીં કરે તેવા મકાન ધારકો સામે કાર્યવાહી થશે. ડિમોલિશન બાદ ચંડોળા તળાવને પાણીથી ભરાશે.