
અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવ નજીક બેરલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, હાલ આ મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
બુધવારે (25 જૂન) સવારે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તાર નજીક આવેલા બેરલ માર્કેટમાં આગ લાગી હતી. આ આગ એટલી વિશાળ હતી તે રોડ સુધી ફેલાઈ ગઈ હતી અને સુરક્ષાના ધોરણે રસ્તો બંધ કરવો પડ્યો હતો.
ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો
આ વિશે માહિતી મળતા જ ફાયરની ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પાચ ફાયર ફાઇટરની ટીમે અને AFES (અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસી) ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ, આ વિશે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.