Morbi news: સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા એવા મોરબી જિલ્લામાં આવેલા ચરાડવા મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ આજે સવારે બ્રહ્મલીન થયા. તેઓ 133 વર્ષના હતા. આ અંગેની જાણ થતા ઝાલાવડ, કચ્છ, સોરાષ્ટ્ર સહિતના પંથકમાંથી ભાવિકો ઉમટી પડયા હતા. તેમના અવસાનને લીધે ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુનો જન્મ 04-11- 1892 કાર્તિક સુદ પૂનમ,અવસાન 23-05-2025 વૈશાખ વદ અગિયારસ,133 વર્ષ થયા છે. આ ઉપરાંત બ્રહ્મલીન પૂજ્ય દયાનંદગિરી મહંતની 15 ફૂટ લંબાઈની જટા સૌની આકર્ષણનું કેન્દ્ર હતી. તેમના અવસાન બાદ આખા ચરાડવામાં પાલખી યાત્રા ફર્યા બાદ તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે.

