
OpenAiનું ચેટબોટ ChatGPT એક મોટા આઉટેજનો સામનો કરી રહ્યો છે જેનાથી હજારો યૂઝર્સે તકલીફનો સામનો કરવો પડ્યો છે. યૂઝર્સને સતત એરરનો રિસ્પોન્સ મળી રહ્યો છે. વિશ્વભરના યૂઝર્સે તેની રિપોર્ટ કરી છે.ChatGPTનું આ આઉટેજ ભારત અને અમેરિકાના યૂઝર્સને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યું છે.
ભારતમાં રિપોર્ટ કરવામાં આવેલી 82 ટકા ફરિયાદો સીધી ChatGPTના પ્રશ્નોના જવાબ આપવા સાથે જોડાયેલી છે જ્યારે 14 ટકા લોકોને મોબાઇલ એપમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ચાર ટકા યૂઝર્સે APIમાં ઇંટીગ્રેશનમાં પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના 900થી વધુ યૂઝર્સે સમસ્યાને રિપોર્ટ કરી છે. ત્યા 93 ટકા પ્રભાવિત યૂઝર્સને ChatGPTનો ઉપયોગ કરવામાં જ સમસ્યા આવી હતી. એપ સંબંધિત મુશ્કેલીનો રિપોર્ટ છ ટકા યૂઝર્સે કર્યો હતો.
યૂઝર્સને મળી રહ્યા છે નેટવર્ક એરરનો મેસેજ
OpenAIના ChatGPTને પ્રભાવિત કરનારા આ આઉટેજ યૂઝર્સ માટે એક નિરાશાજનક અનુભવ રહ્યો હતો. કેટલાક યૂઝર્સે જણાવ્યુ કે કોઇ પણ સવાલ કરવા પર તેમને એક સામાન્ય 'Hmm.Something Seems to have gone Wrong.'મેસેજ મળી રહ્યો છે. જ્યારે અન્યને A Network Error Occurred.Please Check Your Connection And Try Again.If This issue Persists Please Contact us Through Out Help Center At Help. OpenAi.Com' મેસેજ મળી રહ્યો છે.