
OpenAI દ્વારા હાલમાં જ ચેટજીપીટીમાં અનેક બદલાવ કરવામાં આવ્યાં છે. ચેટજીપીટીમાં ઈમેજ જનરેશન ફીચર અગાઉ ફક્ત સબસ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ માટે મર્યાદિત હતું, પરંતુ હવે આ ફીચર ફ્રી યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે, OpenAI દ્વારા ચેટજીપીટી પરનાં અનેક પ્રતિબંધો હટાવવામાં આવ્યાં છે. હવે ચેટજીપીટી પ્રચલિત વ્યક્તિના ફોટા અને કેટલીક ખાસ આકૃતિઓ બનાવી શકશે. પહેલાં આ પ્રકારના ફીચર પર પ્રતિબંધ હતો, જે હવે દૂર કરવામાં આવ્યો છે.
યુઝર્સને પસંદ ન હોય તો આ ફીચરનો ઉપયોગ ટાળી શકાશે
OpenAI દ્વારા ચેટજીપીટી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, જોકે જે યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવો ન ઈચ્છે, તેઓ માટે તેને અવગણવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ચેટજીપીટીની પોલિસી અપડેટ કરવામાં આવી છે, જેમાં પહેલા પ્રચલિત વ્યક્તિના ફોટા અને ખાસ આકૃતિઓ બનાવવા પર પ્રતિબંધ હતો. એ હવે હટાવી દેવામાં આવ્યો છે. OpenAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે શું સારું અને શું ખરાબ તે નક્કી કરવા માટે હવે ચેટજીપીટી જવાબદાર રહેશે નહીં. જો કોઈ યૂઝર આ ફીચરનો ઉપયોગ ન કરવો ઈચ્છે, તો તે પોતાની પ્રોફાઈલમાંથી તે ફીચરથી દૂર કરી શકશે.
શૈક્ષણિક હેતુ માટે આકૃતિઓનો ઉપયોગ શક્ય બનશે
પહેલા ચેટજીપીટી દ્વારા ખાસ આકૃતિઓ જનરેટ કરવામાં મર્યાદા હતી, પરંતુ હવે OpenAI દ્વારા આ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલા સ્વસ્તિક જેવી આકૃતિઓનો ઉપયોગ નહતો કરી શકાતો, પરંતુ હવે તે શક્ય છે. જોકે, આકૃતિઓનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ માન્ય રહેશે. જો આકૃતિ કોઈ ખાસ ઉદ્દેશ સાથે બનાવી હશે, તો તે સ્વીકાર્ય નહીં બની શકે. આ સાથે શું સારું અને ખરાબ છે તે અંગે AIની વ્યાખ્યામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
કોઈપણ સ્ટાઇલથી પ્રેરિત બની શકશે
OpenAIના ચેટજીપીટીની નવી અપડેટે AIને વિવિધ સ્ટુડિયોની નકલ કરવાની ક્ષમતા આપી છે. ચેટજીપીટી હવે પિક્સાર અને સ્ટુડિયો ઘિબલી જેવી ઇમેજ એપ્લિકેશન્સ પર કામ કરી શકે છે. હાલમાં ઘિબલી સ્ટુડિયો થિમનો વિશ્વભર પ્રખ્યાત છે. સામાન્ય લોકોથી લઈને ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સુધી, લોકો દ્વારા ઘણી ઈમેજ જનરેટ કરવામાં આવી છે. અગાઉ ચેટજીપીટીનું ઈમેજ જનરેશન મોડેલ સ્વતંત્ર હતું, જ્યારે હવે નવું મોડેલ બાળકોના ફોટાને જનરેટ કરતી વખતે વધુ કાળજી રાખે છે. OpenAI દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવી છે, સાથે જ વધુ કાળજી રાખવાનું કામ પણ શરૂ થયું છે.