
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારત-પાકિસ્તાનની રણ સીમાને અડીને આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આડેસર હાઈવે પર કચ્છના પ્રવેશદ્વાર ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
તમામ ગાડીઓની આડેસર ચેકપોસ્ટ પર ઝીણવટભરી તપાસ
જિલ્લામાં પ્રવેશતી તમામ ગાડીઓની આડેસર ચેકપોસ્ટ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સરહદી વિસ્તારોમાં BSF અને પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
વડોદરામાં ચુસ્ત પેટ્રોલિંગ
જમ્મુ- કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસે સુરક્ષાને લઈને કડક પગલાં લીધાં છે. પોલીસે શહેરમાં પેટ્રોલિંગ વધુ સઘન કર્યું છે, ખાસ કરીને રાત્રિના સમયે સાયરન સાથે પોલીસ વાહનો દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ કર્યુ.