આદિવાસી અને પછાત એવા છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીના સાધનો વધારવાના બદલે સરકાર રોજગારી ઘટાડી રહી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. આ જિલ્લામાં વર્ષોથી ચાલતી 32 જેટલી ડોલામાઈટ પથ્થરની ખાણો માટે સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ નહી આપતા ખાણો બંધ થઈ છે. જેના પગલે 20 હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ આજે 6 અલગ અલગ આવેદનપત્ર આપીને કલેકટરને રજૂઆત કરી છે.

