Chota Udepur News: ગુજરાતમાં વરસાદ પડતાની સાથે જ રસ્તા પર ભુવા પડવાની શરુઆત થઈ જાય છે. એવામાં છોટાઉદેપુરમાં મુખ્ય સ્થાનોને જોડતા રોડનું ડાયવર્ઝન ધોવાતા અઢળક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં નાલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું હતું. ડાયવર્ઝન ધોવાતા 20થી 25 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.

