છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરની ભારજ નદી ઉપર ડાયવર્ઝન ફરી ધોવાઈ ગયું છે. કરોડોના ખર્ચે બનેલું ડાયવર્ઝન ફરી ધોવાઈ જતાં લોકોને 35 કિમીથી વધુનો ફેરો પડે છે. જેથી મીડિયા રિપોર્ટને જોઈને નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓ સ્થાનિકોને જવાબ આપવાની જગ્યાએ ગાડીમાં બેસીને ભાગ્યા હતાં. ગાડીમાં બેસતાં અધિકારીને સ્થાનિકોએ ઉધડો લીધો હતો.