Home / World : China's single men are forced to traffic young women from abroad

ચીનને પુત્રમોહ મોંઘો પડ્યો, કુંવારાં યુવકો વિદેશથી યુવતીઓની તસ્કરી કરવા મજબૂર 

ચીનને પુત્રમોહ મોંઘો પડ્યો, કુંવારાં યુવકો વિદેશથી યુવતીઓની તસ્કરી કરવા મજબૂર 

ચીનમાં કુંવારા યુવકો ભારે ચિંતામાં મુકાયા છે, ચીનમાં કોઇ જીવનસાથી ના મળતા હવે આવા યુવાનો ચીનને અન્ય દેશોમાંથી યુવતીઓની તસ્કરી કરીને ચીનમાં લાવવા દબાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ સ્થિત ચીનની એમ્બેસી દ્વારા પોતાના દેશના નાગરિકોને ચેતવણી અપાઇ છે, જેમાંં કહેવામાં આવ્યું છે કે ચીનના નાગરિકો બાંગ્લાદેશમાં લગ્ન કરતા પહેલા બે વખત વિચારે, વિદેશમાંથી પત્ની ખરીદવાના સપના ના જુઓ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચીનની એમ્બેસી દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે ચીનના નાગરિકો કોઇ પણ વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કાયદાનું યોગ્ય રીતે પાલન કરે, બાંગ્લાદેશમાં લગ્ન કરતા હોય તો બે વખત વીચારજો. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં આ ખુલાસો થયો છે. જેમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં ચીનની એમ્બેસીએ એક રિમાઇંડર જારી કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના નાગરિકો શોર્ટ્સ વીડિયો પ્લેટફોર્મ્સ પર ભ્રામક ક્રોસ વોટર ડેટિંગ સામગ્રીની જાળમાં ના ફસાય. સાથે જ મેચમેકિંગ એજન્સીઓની મદદથી વિદેશી પત્નીઓની શોધખોળ ના કરે કેમ કે આવુ કરવું ચીનના કાયદા મુજબ પ્રતિબંધિત છે. ચીનનો કાયદો એટલો કડક છે કે કોઇ પણ મેરેજ એજન્સીને ક્રોસ-બોર્ડર એટલે કે સરહદ પાર લગ્ન કરાવવાની છૂટ નથી. 

વિદેશોમાં પત્ની શોધવાનું પ્રમાણ વધવા લાગ્યું
ચીનની એમ્બેસી દ્વારા આ એડવાઇઝરી એવા સમયે સામે આવી રહી છે જ્યારે ચીનમાં કુંવારા યુવકો દ્વારા વિદેશોમાં પત્ની શોધવાનું પ્રમાણ વધવા લાગ્યું છે. એક રિપોર્ટ મુજબ ચીનની એક બાળકની નીતિ બાદ તેમજ માત્ર પુત્રોને પ્રાથમિકતા આપવાને કારણે ચીનમાં સતત લૈંગિક અસંતુલન વધી રહ્યું છે. સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વધી રહી છે. જેને પગલે હવે ચીનમાં આ જનરેશનના યુવાનો તેમની ઉંમરની યુવતીઓ શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિણામે તેઓ હવે અન્ય દેશોમાં પત્નીઓ શોધવા લાગ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે બાંગ્લાદેશી યુવતીઓને કથિત રીતે ચીનના નાગરિકો સાથે લગ્ન કરાવવા માટે તસ્કરી કરીને લઇ જવાઇ રહી છે. બાંગ્લાદેશમાં આ માટે કેટલીક ગેંગ પણ ચાલી રહી છે. બાંગ્લાદેશ ઉપરાંત નેપાળ, મ્યાંમારથી પણ યુવતીઓને તસ્કરી કરીને ચીનમાં લવાઇ રહી હોવાના દાવા થઇ રહ્યા છે.

Related News

Icon