- 'હું પહેલાં એક અભિનેત્રી છું, પછી કોઈની પત્ની...'
- 'મેં સારા અને ખરાબ એમ બંને પ્રકારના દિવસો જોયા છે. તમે તમારી જાતને ખુશ રાખી કેવી રીતે જીવો છો એ જ મહત્ત્વનું છે, બીજું કશું નહીં. કામ સમગ્ર જીવન નહીં, તેનો એક હિસ્સો માત્ર છે'
મુંબઇમાં ફિલ્મ ઉદ્યોગમાં તમારી તકદીર જોર કરતી હોય તો થોડા સમયમાં જ તમે સમૃદ્ધ બની શકો છો. ઘણીવાર સફળતા અને સુંદરીની મહેરબાની એકસાથે પણ થાય છે. રાજકુમાર રાવ અને પત્રલેખાના કિસ્સામાં પણ આમ બન્યુ છે. રાજકુમાર રાવને તેનો લાંબો સંઘર્ષ ફળ્યો છે, પણ પત્રલેખાની કારકિર્દી ધાર્યા પ્રમાણે ઉંચકાઇ નથી. પત્રલેખાની ફિલ્મ 'ફૂલે' સફળ થતાં પત્રલેખાને પોતાની વાત કરવાની તક મળી છે. પત્રલેખાએ આ તક ઝડપી પોતાની રામ -સોરી રાવ કહાણી સુનાવી દીધી છે.

