Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: 25 percent increase in patients with back pain due to potholes

Ahmedabad news: ખાડાના કારણે કમરનો દુ:ખાવો ધરાવતા દર્દીમાં 25 ટકાનો વધારો, અનેક રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ

Ahmedabad news: ખાડાના કારણે કમરનો દુ:ખાવો ધરાવતા દર્દીમાં 25 ટકાનો વધારો, અનેક રોડ પર સ્ટ્રીટ લાઈટ બંધ

ચોમાસાની સિઝન સાથે જ અમદાવાદના રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂર બહારમાં ખીલી ઉઠી છે, અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ પડી જાય છે.  ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળે છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું થવાનું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પાણી ભરવા અને ખાડા પડે નહીં ત્યાં સુધી ચોમાસું આવ્યું છે તેવું હવે લાગતું પણ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રોડ પર ખાડાને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઈનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો 

રોડ પર ખાડાને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઈનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લગતા રોગોના શિકાર લોકો થયા છે, તેને લઈને ખાનગી હોસ્પિટલથી માંડી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક દર્દીઓનો રાફડો ફાટ્યો છે.

સોલા અસરવા સિવિલમાં ઓપીડીમાં કેસોનો વધારો 

અમદાવાદની સોલા અસરાવ સિવિલમાં ઓપીડીમાં કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દરરોજના 100માંથી સરેરાશ 60 દર્દીઓ બેક પેઈનની સમસ્યા ધરાવનાર હોય છે. રોડના ખાડાથી ડિસ્ક જોઈન્ટ્સ પર દબાણ વધે છે. જો આમ નિયમિત રૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખાડાવાળા રોડમાં બેલેન્સ નહીં રહેવાથી અનેક લોકોમે ફ્રેક્ચર પણ થયાના કિસ્સા સામે આવે છે. કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે, તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી રહી છે.

રસ્તા પર સ્ટ્રીટ લાઈટ બંધ

રોડ પરના ખાડાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, વાહનચાલકો ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવો પડે છે, પરંતુ રોડ કોન્ટ્રાક્ટર બનાવવામાં આવેલા રોડમાં 6 મહિને કે એકજ વર્ષમાં ખાડા પજવા લાગે તેમ છત્તાં તેની સામે કોઈ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. અમદાવાદના અનેક રસ્તામાં તો સ્ટ્રિટ લાઈટ પણ બંધ અવસ્થામાં છે. જેના કારણે રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.

Related News

Icon