Home / Business : People's spending on clothes and shoes continues to decline as inflation rises

મોંઘવારી વધતા લોકોના કપડાં અને જૂતાના ખર્ચમાં સતત ઘટાડો

મોંઘવારી વધતા લોકોના કપડાં અને જૂતાના ખર્ચમાં સતત ઘટાડો

ભારતીય પરિવારો દ્વારા 'કપડાં અને જૂતા' પરનો ખર્ચ ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 2023-24માં આ ખર્ચ રોગચાળા પહેલા કરતા પણ ઓછો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ખર્ચમાં ઘટાડો કરવાનું આ સતત બીજું વર્ષ હતું. અગાઉ 2022-23 માં તેમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, સતત બીજા વર્ષે ઘટાડો જોવા મળ્યો. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વધતી જતી મોંઘવારી અને પગારમાં કોઈ વધારો ન થવાને કારણે, ગ્રાહકોએ બિન-આવશ્યક ખર્ચ ઘટાડ્યો, જેના કારણે આ ઘટાડો થયો. 

કપડાં અને જીતા પર 2023-24માં 4.53 લાખ કરડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે 2022-23માં 4.87 લાખ કરોડ રૂપિયા કરતાં સાત ટકા ઓછો છે.  મહામારી પહેલા, 2019-20માં 4.53 લાખ કરોડ રૂપિયાના કપડાં અને જૂતા વેચાયા હતા. કોવિડ રોગચાળાને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ખરાબ રીતે ખોરવાઈ ગઈ હોવાથી 2020-21માં કપડાં અને ફૂટવેર પરનો ખર્ચ 15 ટકા ઘટ્યો હતો.

કપડાં અને ફૂટવેર’માં લગભગ 9 ટકાનો ફુગાવો
ઇન્ડયા રેટિંગ્સના  એસોસિયેટ ડાયરેક્ટર પારસ જસરાયએ જણણાવ્યું કે, 2022-23 માં ‘કપડાં અને ફૂટવેર’માં લગભગ 9 ટકાનો ફુગાવો અને એના આગલા  નાણાકીય વર્ષમાં 7.2 ટકાનો ફુગાવો જોવા મળ્યો. એવું કહી શકાય કે લોકોએ જીવનશૈલી સંબંધિત ખર્ચાઓને બદલે ખોરાક અને આરોગ્ય જેવા આવશ્યક ખર્ચાઓને પ્રાથમિકતા આપી.

જૂતાની ખરીદી પરનો ખર્ચ 2022-23 માં રૂ. 1.01 લાખ કરોડથી લગભગ 2 ટકા ઘટીને 2023-24 માં રૂ. 99500 કરોડ થયો. પરંતુ આ સમયગાળા દરમિયાન, કપડાં પરના ખર્ચમાં 8.5 ટકાનો મોટો ઘટાડો થયો. 2022-23માં કપડાં પર થનારા 3.86 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ  એના પછીના  નાણાકીય વર્ષમાં તે ઘટીને રૂ. 3.53 લાખ કરોડ થઇ ગયો. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસ કહે છે કે આ સમયગાળા દરમિયાન, ઊંચા ફુગાવાની સાથે, ગ્રામીણ માંગ પણ ઓછી રહી કારણ કે કોવિડ રોગચાળાને કારણે લોકડાઉનની કમાણી પર મોટી અસર પડી હતી.

Related News

Icon