
ધરોઇ એડવેન્ચર ફેસ્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. એડવેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝ જોવા મળશે.
https://twitter.com/ians_india/status/1925800164100366761
આ નેતાઓ પણ હાજર રહ્યાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે ધરોઇ એડવેન્ચર ફેસ્ટના ઉદ્દઘાટન દરમિયાન મૂળુભાઇ બેરા, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમનતનગરના ધારાસભ્ય વીડી ઝાલા હાજર રહ્યાં હતા.
મુખ્યમંત્રીએ બોટિંગની મજા માણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઇ એડવેન્ચર ફેસ્ટ દરમિયાન બોટિંગની પણ મજા માણી હતી.
45 દિવસ સુધી ચાલશે ધરોઇ એડવેન્ચર ફેસ્ટ
આગામી 45 દિવસ સુધી ધરોઇ ખાતે એડવેન્ચર ફેસ્ટ ચાલશે. એડવેન્ચર ફેસ્ટમાં જમીન,પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝ જોવા મળશે.કુદરતી સૌદર્ય વચ્ચે પર્યટકો વચ્ચે આહલાદક વાતાવરણ અનુભૂતિ મળશે. ધરોઇ ખાતે એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવતા આસપાસના લોકોને રોજગારીનો સ્કોપ મળશે.