
આમિર ખાનનો ભાણેજ ઈમરાન ખાન (Imran Khan) ટૂંક સમયમાં બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે. ફેન્સ ઈમરાન ખાન (Imran Khan) ને ખૂબ યાદ કરે છે. આજે પણ તેમની ફિલ્મ 'જાને તુ યા જાને ના' માટે ફેન્સનો ક્રેઝ ઓછો નથી થયો. તેના ફેન્સ છેલ્લા 10 વર્ષથી બોલિવૂડમાં તેને યાદ કરી રહ્યા છે. આ અભિનેતા છેલ્લે 2015 રિલીઝ થયેલી ફિલ્મ 'કટ્ટી બટ્ટી' માં જોવા મળ્યો હતો. હવે ટૂંક સમયમાં તે ફરીથી ફેન્સના દિલ જીતવા માટે આવી રહ્યો છે. લાંબા બ્રેક પછી ઈમરાન ખાન વાપસી કરી રહ્યો છે.
ઈમરાન ખાન અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ફ્લોર પર આવી
ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાના પોતાના નિર્ણયમાં ફેરફાર કરીને, ઈમરાન ખાન (Imran Khan) હવે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ઈમરાન ખાનની કમબેક ફિલ્મ શનિવાર એટલે કે 19 એપ્રિલના રોજ ફ્લોર પર આવી છે. ફિલ્મનું ટાઈટલ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું. આ અનટાઈટલ્ડ ફિલ્મમાં ઈમરાન ખાન અભિનેત્રી ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે. આ એક રોમેન્ટિક કોમેડી (Rom-Com) ફિલ્મ છે. દાનિશ અસલમ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.
એક દાયકા પછી ફિલ્મોમાં પાછો ફર્યો ઇમરાન ખાન
તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન (Imran Khan) અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મના ક્લેપબોર્ડની તસવીર શેર કરીને જાણ કરવામાં આવી છે કે શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફોટો સાથે લખવામાં આવ્યું છે કે, "ઈમરાન ખાન એક દાયકા પછી ફિલ્મોમાં પાછો ફર્યો છે કારણ કે તેણે મુંબઈમાં તેની કમબેક ફિલ્મનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે…. આ રોમેન્ટિક ડ્રામા કોમેડીમાં ભૂમિ પેડનેકર અને ગુરફતેહ સિંહ પીરઝાદા પણ જોવા મળશે. 'બ્રેક કે બાદ' નો દિગ્દર્શક દાનિશ અસલમ તેનું દિગ્દર્શન કરી રહ્યો છે."
https://twitter.com/Rahulrautwrites/status/1913597671568179581
રોમેન્ટિક કોમેડી સાથે કરશે કમબેક
તમને જણાવી દઈએ કે, ઈમરાન એક હળવી મનોરંજક ફિલ્મ સાથે વાપસી કરી રહ્યો છે. ઈમરાન ખાન (Imran Khan) આવી ફિલ્મોથી ફેન્સને પહેલાથી જ પ્રભાવિત કરી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું કમબેક ખૂબ જ સારું હશે. હવે ફેન્સ ફક્ત ઈમરાન ખાન (Imran Khan) ના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.