
Ahmedabad news: ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘરકામ બાબતે વારંવાર પતિ અને સાસુ સસરા દ્વારા મેળા ટોણા મારવામાં આવતા હોવાથી પરણીતાએ અંતિમ પગલું ભર્યું છે. પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરણિતાએ આપઘાત કરતાં પહેલા સમગ્ર બાબતને ઉજાગર કરતો વિડિયો બનાવ્યો હતો.
જણાવી દઈએ કે અમદાવાદના ખાડિયા વિસ્તારીની એક પરણિતાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરણીતાએ અંતિમ પગલું ભરતા પહેલા સમગ્ર બાબતનો વિડિયો બનાવ્યો હતો. સાસરીયાએ રાત્રે બે બે વાગ્યા સુધી ઝઘડો કર્યો હોવાનો પરણિતાએ વિડિયોમાં ઉલ્લેખ કર્યો છે. પરણિતાના સામસામે લગ્ન થયા હોવાથી પતિની બહેન પરણીતાના ભાઈને હેરાન કરતી હતી.
પરણિતાએ કહ્યું કે, સાસરિયા હેરાન કરતા કહેતા હતા કે, પહેલા બાળક પેદા કરો, પછી અમને આપો અને પછી લગ્ન તોડો. પરણિતાએ વિડીયો પોતાના પિયરિયાને મોકલીને ગયા ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે પતિ ઉપરાંત સાસુ, સસરા સહિત પાંચ સાસરીયા વિરુદ્ધ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.