સિંગર નેહા કક્કર છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. ગયા અઠવાડિયે, મેલબોર્નમાં તેના શોમાં ત્રણ કલાક મોડા પહોંચવા બદલ ફેન્સ દ્વારા સિંગરની ટીકા કરવામાં આવી હતી. નેહાએ હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોટમાં પડદા પાછળ શું બન્યું તે જાહેર કર્યું છે. તેણે કહ્યું કે આયોજકો બધા પૈસા લઈને ભાગી ગયા હતા અને તે તેની રાહ જોઈ રહેલા બધા ફેન્સ માટે પરફોર્મ કરવા માંગતી હતી. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નેહાએ લખ્યું, "તેઓએ કહ્યું કે તે 3 કલાક મોડી આવી, શું તેઓએ એકવાર પણ પૂછ્યું કે તેનું શું થયું, તેઓએ તેની અને તેના બેન્ડ સાથે શું કર્યું? જ્યારે હું સ્ટેજ પર બોલતી હતી ત્યારે મેં કોઈને કહ્યું નહીં કે અમારી સાથે શું થયું કારણ કે હું નહતી ઈચ્છતી કે કોઈને દુઃખ થાય કારણ કે હું કોણ છું કોઈને સજા આપનાર, પણ હવે જ્યારે તે મારા નામ પર આવ્યું છે, ત્યારે મારે બોલવું પડ્યું."

