
અમદાવાદમાં આયોજિત 84માં કોંગ્રેસ અધિવેશનનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા અમદાવાદમાં છે. ટાર્ગેટ પહેલા ગુજરાત ચૂંટણી છે, જેના દમ પર જ કોંગ્રેસ આગળની રણનીતિ તૈયાર કરશે. રાષ્ટ્રીય અધિવેશન અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં કોંગ્રેસે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા AICCના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે.'
કોંગ્રેસ દરેક રાજ્યમાં વર્ક શોપ યોજશે જેની શરુઆત ગુજરાતથી
કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શક્તિ વધારશે. કોંગ્રેસ દરેક રાજ્યમાં વર્ક શોપ યોજશે. દરેક રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા 15 એપ્રિલના ગુજરાતથી શરૂ થશે અને રાહુલ ગાંધી આ પ્રક્રિયામાં હાજર રહેશે. ગુજરાત બાદ રાજસ્થાનમાં જિલ્લા પ્રમુખોની પસંદગી થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે અને તાલુકા માળખાનું પણ નવેસરથી સંગઠન કરાશે.