
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના અધિવેશનમાં સરદાર પટેલ યાદ આવતા શાબ્દિક પ્રહાર કર્યા હતા.નીતિન પટેલે વકફ બોર્ડને લઇને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસને હવે સરદાર કેમ યાદ આવ્યા-નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે," કોંગ્રેસને હવે સરદાર યાદ આવ્યા.કોંગ્રેસને બેઠી કરવા માટે એમને એવું જ્ઞાન આવ્યું,ભગવાને બુદ્ધિ આપી ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવજીના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે, દેશમાં થોડુ બેઠું થવું હોય તો સરદાર પટેલ જેવા નેતાઓનું નામ લેવું જ પડશે, આલિયા-માલિયા-જમાલીયાનું નામ નહીં ચાલે. કોઇ પત્રકાર મને પૂછે તો કહું કે બે દિવસના કોંગ્રેસના અધિવેશનમાં શું નીકળ્યું? સરદાર પટેલનું નામ કોંગ્રેસ માટે ડુબતાને તણખલા સમાન છે તે સાબિત થઇ ચુક્યું છે પણ તેમનું કઇ ચાલવાનું નથી આખા દેશમાં ખલાસ થઇ ગયા છે."
વકફના કાયદાને લઇને નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કેવી કેવી દેશ વિરોધી નીતિઓ છે. આતંકવાદીઓને મદદ કરવી, દેશ વિરોધીઓને મદદ કરવી. ઇસ્લામિક દેશો જ્યાં વકફવો કાયદો આપણે ત્યાં કર્યો, એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો. કોઇ મુસ્લિમ કહે કે મારા બાપ દાદાએ 100 વર્ષ પહેલા આ ખેતરમાં નમાઝ પઢી હતી અને આ ખેતર તો મારૂ છે અને આ ખેતર વકફ બોર્ડને દાન આપી દઉં છું. જે ખેડૂત ખેડતો હોય તે ખેડૂત ઝીરો થઇ જાય અને વકફ પર તે કબ્જો કરી દે કાગળ પર, આવું દાયકાઓ સુધી ચાલ્યું પણ આપણી સરકારે સારી રીતે હિમ્મતપૂર્વક મુસ્લિમોને કોઇ અન્યાય ના થાય તેવા લોકોને ધ્યાન રાખીને આ વકફનો નવો કાયદો કર્યો.
સરદાર પટેલને ભારત રત્ન આપવામાં મોડુ કેમ થયું?- નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, 1947થી 2014 સુધી કહીએ તો થોડો સમય વાજપેયી આવ્યા, મોરારજી દેસાઇ આવ્યા અને તે સિવાયના સમયે કોંગ્રેસીઓએ દેશ ઉપર એકચક્રી શાસન કર્યું છે. નેહરૂ, ઇન્દિરા એક જ પરિવાર બીજુ કોઇ નહીં. એ કોંગ્રેસ આજે કેવી સ્થિતિમાં છે તે જુવો. કોંગ્રેસે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન કર્યું, 64 વર્ષ પછી કોંગ્રેસને સરકાર પટેલ યાદ આવ્યા, સાબરમતી તટનો કિનારો યાદ આવ્યો. સાબરમતીના કિનારે ઠરાવ કર્યો કે સરદાર પટેલ અમારા નેતા હતા, સરદાર પટેલ કોંગ્રેસના પ્રમુખ હતા. આવું બધુ દાયકાઓ સુધી યાદ ના આવ્યું. તમને જાણીને નવાઇ લાગશે કે કોંગ્રેસે અત્યારે સરદાર પટેલનું નામ લઇને ગુજરાતીઓને, ભારતીયોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે છે એ સરદાર પટેલને કોંગ્રેસે ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસની સરકાર હતી ત્યાર સુધી આપ્યો નહતો. રાજીવ ગાંધી જે ઇન્દિરા ગાંધીના દીકરા સિવાય સરદાર પટેલની સરખામણીએ એક ટકો પણ દેશ માટે કામ નથી કર્યું તેવા વ્યક્તિને ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસે આપ્યો હતો.
સરદાર પટેલનું નામ લેતા કોંગ્રેસવાળા થાકતા નથી, તે કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલે જ્યારે રજવાડાઓનું વીલિનિકરણ કર્યું, ચીન જેવા પાકિસ્તાન જેવા દેશો સામે સુરક્ષા કરી. કાશ્મીરમાં પાકિસ્તાનીઓ ઘુસી ગયા હતા અને મહારાજાને સરદાર પટેલે કહ્યું કે તમારૂ રાજ બચાવવું હોય તો ભારતમાં જોડાવા માટે સહી કરો. સરદાર પટેલે દસ્તાવેજ ઉપર ભારતમાં ભળી જવાનું કહી કાશ્મીરના રાજાની સહી કરાવી અને આપણું સૈન્ય ત્યાં પહોચ્યું અને કાશ્મીરને આપણે બચાવી શક્યા. સરદાર પટેલે હિમ્મત કરીને લશ્કર ના મોકલ્યું હોત તો શ્રીનગર, વૈષ્ણોદેવી બધુ પાકિસ્તાનમાં જતું રહ્યું હોત.