Home / Gujarat / Ahmedabad : Take care of Congress guests who came to Gujarat, PM Modi gave direct instructions

ગુજરાતમાં આવેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેજો, PM MODIએ આપ્યા સીધા સૂચનો

ગુજરાતમાં આવેલા કોંગ્રેસના મહેમાનોની કાળજી લેજો, PM MODIએ આપ્યા સીધા સૂચનો

ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા આવેલ દેશના પૂર્વ નાણાંમંત્રી અને પીઢ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમની ગુજરાતમાં તબિયત બગડી હતી. આ ઘટનાની જાણ દેશના PM NARENDRA MODI ને થતા તેમણે એક ગુજરાતી તરીકે ફરજ બજાવતાં કહ્યું કે, કોઈએ પક્ષાપક્ષીમાં ના પડતાં ગુજરાતમાં આવેલા Congress guests ને કોઈ તકલીફ ના પડે તેની સૂચના આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પીએમ મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાને ટેલિફોનિક જાણ કરતા કહ્યું કે, દેશના પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમજીની તબિયત લથડી હોવાથી આ વિષયને ધ્યાને લઈ તેમની સારવારમાં કોઈપણ પ્રકારની કમી ના રહે તેનું ધ્યાન રાખવામાં આવે. PMO માંથી ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ફોન જતાં તેઓ તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ પહોંચીને પી ચિદમ્બરમના હાલચાલ જાણ્યા હતા. 
 
મંગળવારે ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ અચાનક બેભાન થઈ ગયા. પીએમ મોદીએ તાત્કાલિક સંવેદનશીલતા દર્શાવતા વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કર્યો. સાબરમતી આશ્રમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ચિદમ્બરમની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ પીએમ મોદીએ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને નિર્દેશ આપ્યા હતા.  

પીએમઓથી સીધો ફોન આવ્યો.

મંગળવારે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભા દરમિયાન ભારે ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય ( PMO ) સુધી પહોંચતાની સાથે જ પીએમ મોદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને સૂચનાઓ આપી. નડ્ડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સંકલન કર્યું, ત્યારબાદ મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી અને ચિદમ્બરમની તબીબી સુવિધાઓની સમીક્ષા કરી.

ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, 'ગરમી અને પાણીની અછતને કારણે મારી તબિયત બગડી હતી, પરંતુ હવે બધા રિપોર્ટ સામાન્ય છે.' હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે પણ પુષ્ટિ કરી હતી કે તેમના પિતાની હાલત ડોક્ટરોની દેખરેખ હેઠળ સ્થિર છે.

Related News

Icon