
લોકસભા વિપક્ષ નેતા અને કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને ભાજપ અને RSSની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, RSSનો નકાબ ફરી ઉતરી ગયો છે. બંધારણ તેમને ખૂંચે છે કારણ કે તે સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ન્યાયની વાત કરે છે.
https://twitter.com/RahulGandhi/status/1938587107854884953
RSS-BJP બંધારણ ઇચ્છતા નથી, તેઓ મનુસ્મૃતિ ઇચ્છે છે. તેઓ બહુજન અને ગરીબોને તેમના અધિકારો છીનવીને ફરીથી ગુલામ બનાવવા માંગે છે. બંધારણ જેવું શક્તિશાળી હથિયાર તેમની પાસેથી છિનવી લેવાનો તેમનો વાસ્તવિક એજન્ડા છે.
RSS એ સ્વપ્ન જોવાનું બંધ કરવું જોઈએ - અમે તેમને ક્યારેય સફળ થવા દઈશું નહીં. દરેક દેશભક્ત ભારતીય તેના છેલ્લા શ્વાસ સુધી બંધારણનું રક્ષણ કરશે.