Home / Lifestyle / Relationship : What is contract marriage?

Relationship : કોન્ટ્રાક્ટ મેરેજ શું છે અને યુગલો આ પ્રકારના લગ્ન કેમ કરે છે, જાણો તેના પડકારો

Relationship : કોન્ટ્રાક્ટ મેરેજ શું છે અને યુગલો આ પ્રકારના લગ્ન કેમ કરે છે, જાણો તેના પડકારો

 આજના સમયમાં કોન્ટ્રાક્ટ મેરેજ (Contract Marriage) એક અનોખો અને વિવાદાસ્પદ Concept બની ગયો છે. કેટલાક લોકો માટે તે એક સમજદારીભર્યો નિર્ણય છે, તો કેટલાક માટે તે ફક્ત એક સગવડ છે. પરંતુ જો દરેક સંબંધનો પાયો વિશ્વાસ અને પ્રામાણિકતા પર હોય, તો તે વધુ મજબૂત બને છે. ભલે ગમે તેટલો લાંબો સમય હોય. ફિલ્મો અને સિરીઝમાં થતા કોન્ટ્રાક્ટ મેરેજ હવે વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે. પરંતુ આ પ્રકારના લગ્નના ફાયદા અને પડકારો શું છે? આ લેખ દ્વારા જાણો કોન્ટ્રાક્ટ મેરેજ શું છે, લોકો આ પ્રકારના લગ્ન શા માટે કરે છે અને આ પ્રકારના લગ્નથી કઈ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોન્ટ્રેક્ટ મેરેજ એટલે શું?

કોન્ટ્રેક્ટ મેરેજ એ એક વૈવાહિક કરાર હોય છે જેમાં લગ્ન ચોક્કસ સમયગાળા માટે કરવામાં આવે છે. તે પતિ-પત્ની વચ્ચેનો લેખિત અથવા મૌખિક કરાર હોય છે જે નક્કી કરે છે કે તે કેટલા સમય સુધી સાથે રહેશે, સંબંધની શરતો અને નિયમો અને નિર્ધારિત સમયગાળા પછી શું થશે એટલે કે તે સંબંધનો અંત લાવશે કે તેને ચાલુ રાખશે.

લોકો કોન્ટ્રાક્ટ મેરેજ કેમ કરે છે?

ટ્રાયલ સંબંધ

કેટલાક લોકો લગ્ન પહેલાં એકબીજાને સમજવા અને સાથે રહેવાનો અનુભવ મેળવવા માટે આ પદ્ધતિ અપનાવે છે.

કાનૂની અથવા ઇમિગ્રેશન જરૂરી

કોન્ટ્રાક્ટ મેરેજ ક્યારેક ઇમિગ્રેશન, નાગરિકતા અથવા કાનૂની લાભો માટે કરવામાં આવે છે, જોકે ઘણા દેશોમાં આ ગેરકાયદેસર માનવામાં આવે છે.

સામાજિક અથવા કૌટુંબિક દબાણ

કેટલાક યુગલો પરિવારના દબાણનો સામનો ન કરવા આ પ્રકારના લગ્ન કરે છે, જેથી સમાજને બતાવી શકે તે પરિણીત છે, 

લાભ આધારિત ભાગીદારી

આમાં યુગલો વ્યવસાયિક ભાગીદારો જેવા હોય છે જે પરસ્પર લાભો માટે લગ્ન કરે છે, જેમ કે નાણાકીય સહાય, તબીબી વીમો વગેરે.

કોન્ટ્રેક્ટ મેરેજ સૌથી વધુ ક્યાં થાય છે?

ભારત જેવા દેશમાં લગ્ન એક ધાર્મિક અને સામાજિક સંસ્થા છે. અહીં તેને જન્મો જન્મોનું બંધન માનવામાં આવે છે. તેથી હાલમાં ભારતમાં કોન્ટ્રેક્ટ મેરેજ પ્રથામાં નથી. જોકે, ઘણા દેશોમાં તેને અપનાવવાનું શરૂ થઈ ગયું છે. મધ્ય પૂર્વીય દેશોમાં (દા.ત. ઈરાન, સાઉદી અરેબિયા) "મુતાહ નિકાહ" અથવા "નિકાહ-એ-મુતાહ" નામના કામચલાઉ લગ્નની પરંપરા છે, જે કોન્ટ્રેક્ટ મેરેજ જેવી જ છે.

આ ટ્રેન્ડ પશ્ચિમી દેશોમાં ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં ટ્રાયલ મેરેજ અથવા કાનૂની કરારના સ્વરૂપમાં જોવા મળે છે. જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં આવા લગ્નોનું વલણ વધી રહ્યું છે.

કોન્ટ્રેક્ટ મેરેજના પડકારો

  • લોકો આ પ્રકારના લગ્ન પરસ્પર લાભ માટે કરે છે પરંતુ કોન્ટ્રાક્ટ મેરેજમાં પણ ઘણા પડકારો હોય છે જેનો યુગલને સામનો કરવો પડી શકે છે, જેમ કે
  • આ પ્રકારના લગ્નમાં ભાવનાત્મક જોડાણનો અભાવ હોય છે. આ લગ્ન માત્ર એક સોદો હોવાથી તેમાં સાચો પ્રેમ કે વિશ્વાસ કેળવી શકાતો નથી.
  • ભારત જેવા પરંપરાગત સમાજમાં આવા લગ્નોને નકારાત્મક રીતે જોવામાં આવે છે. ઘણા દેશોમાં આ પ્રકારના લગ્નને સામાજ સ્વીકારતો નથી.
  • જો આ સંબંધથી બાળકો હોય, તો જો ચોક્કસ સમય પછી સંબંધ તૂટી જાય, તો તે તેના ભવિષ્યને અસર કરી શકે છે.
  • ઘણા દેશોમાં આવા લગ્નોને માન્યતા આપવામાં આવતી નથી, જેના કારણે કાનૂની વિવાદો થઈ શકે છે.
Related News

Icon